![Khakhi Bapu](https://khakhibapusathara.in/wp-content/uploads/2020/11/zarukha-about-2.jpg)
રામ ઝરૂખો
રામઝરૂખા એ એક નારણદાસ બાપુ ની મઢી નું પ્રતીક સ્થાન છે. બાપુની શ્રદ્ધાળુ પ્રત્યે નો લગાવ અને પ્રેમ ભાવના હોવાથી રામઝરુખા બનવાની ઈચ્છા બતાવી. બાપુ ના મુજબ રામઝરૂખાનું નિર્માણ રામાયણ ના દરેક પાત્રો, પ્રસંગો અને સીતા હરણ થી રામ ભગવાનની અયોધ્યા વાપસીનું ચિત્રીકરણ નો ઉલ્લેખ નો હતો જે ધીમે ધીમે પૂરું કરવામાં આવી રહ્યું છે.
બાપુની ઈચ્છા અનુસાર રામઝરૂખા ના નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવ્યું અને તેમાં ઘણા બધા ભક્તો, સેવકો સાથ આપ્યો. રામઝરુખાની ડિઝાઇન અને પ્લાન એન્જીનીર ના હોવા છતાં બાપુ દ્વારા અપાયેલા પ્લાન મુજબ કરવામાં આવ્યું. જો બાપુ ના અપાયેલા પ્લાન મુજબ નિર્માણ ના થતું તો કોઈ પણ અવરોધ રૂપે નિર્માણકાર્ય બંધ થતું હતું. આ દરમિયાન સથરા તથા નજીક ના ગામોના ભક્તો નો સહકાર અને જરૂરિયાત વસ્તુઓ પ્રાપ્ત થતી હતી.
રામઝરૂખા માં 24 સ્તંભ છે જેમાં થી 20 સ્તંભ બહાર ની બાજુ અને 4 અંદર ની બાજુ એ છે. તથા અનેક હવન કુંડ પણ બનાવેલ છે જે પ્રસંગોપાત યજ્ઞ તથા સત્સંગ નો કાર્યક્રમ રાખવામાં આવે છે. રામઝરૂખા નું નિર્માણ સફેદ આરસપાર ના પથ્થર થી કરવામાં આવેલ છે.
રામઝુખા ના નિર્માણ સમય દરમિયાન ખાખીબાપુ સ્વર્ગવાસ થાય હતા અને નિર્માણ નું બાકી નું કાર્ય કમિટિ, સ્વયં સેવક અને ભક્તજનો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.
રામ ઝરૂખો ફોટા
સથરા સંપર્ક
સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.
સરનામું
સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા
ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧
મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586