Bakul

બાપુ વિશે

Khakhi Bapu

સંત શ્રી નારણદાસ બાપુ

નારણદાસ બાપુ એક હનુમાન ભક્ત અને
સૂર્ય ભગવનના ઉપાસક

આજ થી 47 – 48 વર્ષ પેહલા અયોધ્યા થી ખાખી સંઘ બગદાણા આવેલો. સંઘ ના નીકળવાના સમયે બાપુ એ બગદાણા માં જ રોકાઈ જવાનું નક્કી કર્યું અને રોકાઈ ગયા. સાથી સંતો એ બાપુ ને રોકાઈ જવાનું કારણ પૂછ્યું તો બાપુ એ કહ્યું કે મારે પાછા જવાનો આદેશ નથી આવતો એમ કહી રોકાઈ ગયા.

ત્યારબાદ બાપુ મહુવા તાલુકાના દરિયા કિનારા ની ગઢ ગુંદાળા નામ ની જગ્યા એ ધનવાન બાપુ સાથે મુલાકાત કરી અને ત્યાં જ રોકાઈ ગયા. થોડો સમય અહીંયા રોકાયા બાદ બાપુ સાથરા ગામ માં વસ્યા. સાથરા માં સૌ પ્રથમ બાપુ શંકર મંદિર એ રહ્યાં અને પછી ગામ ના પ્લોટ માં ભક્તો દ્વારા હનુમાનજી ના મંદિર માં નાની મઢી બનાવી. અને ભક્તોજનો સાથે ભજન, કીર્તન અને સત્સંગ કરતા.

એક વર્ષ બાદ બાપુ હાલ ની મઢી ની જગ્યા એ આવ્યા અને જગ્યા પાર સારું લગતા અહીંયા જ રોકાઈ ગયા. ત્યારબાદ ભક્તજનો દ્વારા અહીંયા ઝૂંપડી બનાવામાં આવી. તત્કાલ જગ્યા એ વર્ષો પેહલા ખોડિયાર માતાજી સ્થાનક હતું અને બાપુ અહીં ભક્તિ અને ઉપાસના કરતા અને ખાખી ના ખોડિયાર ની ઓળખ મળી.

સમય પસાર થતા સેવકો અને દર્શનાર્થી નું સંખ્યા વધવા લાગી અને બાપુ માટે ભોજન કે અન્ય ભેટ લાવતા. પરંતુ બાપુ ભોજન કરતા નહિ અને ભૂખ્યા દિવસ પસાર કરતા તથા ચા-પાણી થી દિવસો કાઢતા. ભૂખ ની વેદના માં બાપુ રાખ ને તાંસળી માં પલાળી ને પીવી જતા. બાપુ પોતાની પાસે જે કંઈ પણ હોય તે દર્શનાર્થી ને પ્રસાદી રૂપે આપી દેતા.

બાપુ ની મુખ્ય ભાવના: “ભૂખ્યા ને ભોજન”

બાપુ સૂર્ય ભગવાન ની ઉપાસના કરતા અને એકાંત માં સૂર્ય ની સામે ધ્યાન ધરે અને કલાકો સુધી જોયા કરતા. સમય જતા બાપુ એ પોતાની આંખો સૂર્ય ભગવાન ને અર્પણ કરી દીધી. આંખો અર્પણ કરી દીધા બાદ કોઈ પણ વ્યક્તિ ને તેમના અવાજ પરથી ઓળખી લેતા.

સમય વીતતા બાપુ ની ખ્યાતિ વિકસવા પામી અને સેવક સમુદાયનું પ્રમાણ પણ વધવા લાગ્યું. બાપુ ને સત્યનારાયણ ભગવાન ની કથા, ભજન, રામકથા પ્રત્યે વધારે લગાવ હતો તથા સાથરા ગામ માં ઘણી સપ્તાહ પણ કરી હતી.

આ વિસ્તાર ખેતર અને બાવળા ભરપૂર પ્રમાણમાં હોવાથી અહીંયા વીંછી, સાપ, શિયાળ, હરણ અને રોઝ (નીલગાય) તથા અન્ય જંગલી પ્રાણીઓ વિચરતા આવતા અને મઢી ને સામે આવી ને બેસતા. તેથી હરણ, રોઝ એન્ડ સસલાં ને પ્રેમ થી બોલાવતા અને ભોજન આપતા.

ખાખીબાપુ ની ખોડિયાર

પ્રભુ ભક્તિ અને ભૂખ્યા ને ભોજન. ચમત્કારી પરચા દ્વારા ઘણા શ્રદ્ધાળુ વહારે થયા.

બાપુ ફોટા