સૂર્ય કુંડ

Khakhi Bapu

સૂર્ય કુંડ

એક પવિત્ર અને ચમત્કારિક સ્થાન

બાપુ એ સૂર્ય ઉપાસક હતા અને આ જગ્યા ને પવિત્ર અને ચમત્કારિક સ્થાન માનવામાં આવે છે. અહીં એ એક નાનું નાળું કે ખાડી હતી અને બાપુ અહીં સત્સંગ , ધ્યાન, અને ભજન કરતા હતા. આ જગ્યા એ બાપુ સ્નાન કરતા અને કલાકો સુધી કુંડ માં બેસી રહેતા.

કોઈ શ્રદ્ધાળુ કે પીડિત બાપુ સમક્ષ તેનું દુઃખ કેહતા અને બાપુ સારવાર માં તે પીડિત ને આ કુંડ માં નાહવા કે પાણી પીવાનું કહેતા અને પીડિત ટૂંક સમય માં પીડા જતો હતો. આવા અનેકો કિસ્સાઓ અને ચમત્કાર બનાવ અહીં બન્યા છે.

બાપુના સ્વર્ગવાસ બાદ અહીંયા સેવક અને સમિતિ દ્વારા સુંદર સૂર્ય કુંડ નું નિર્માણ કરાવ્યું. જે હંમેશા પાણી થી છલોછલ ભરેલું હોય છે. સૂર્ય કુંડ માં સુંદર નક્શી કામ દ્વારા સૂર્ય દેવની છબી રચી છે. સૂર્ય કુંડ ના પાણી માં એક ચમત્કારિક તરતો પથ્થર પણ એક આશ્ચર્ય કરાવે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદી રૂપે અહીંથી પાણી લઇ જાય છે અને સારવાર રૂપે તેનો ઉપયોગ કરે છે.

સૂર્ય દેવ ને સમર્પિત

સૂર્ય કુંડ નો આકાર એ સૂર્ય ને અનુરૂપ રાખેલ છે. સૂર્ય કુંડ ને ધ્યાન થી જોતા આપણ ને સૂર્ય ના કિરણો જેવું બનાવેલ પથ્થર ના ઓટલા છે.

સૂર્ય કુંડ ફોટા

સથરા સંપર્ક

સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.

સરનામું સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા

ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧

મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586