સમાધિ મંદિર

Khakhi Bapu

સમાધિ મંદિર

સાથરાનું એક વિષેશ પ્રતીક સ્થાન

સમાધિ મંદિર એક સુંદર અને નયનરમ્ય મઢી ની જગ્યાનું પ્રતીક સ્થાન છે. મંદિર નું મુગટ કમળ આકાર રાખેલ હોવાથી તે એકદમ કમળ જેવું સુંદર દેખાય છે. ગુલાબી આરસપાર પથ્થર માંથી બનેલું આ મંદિર ગુલાબી રંગ ના લીધે એકદમ કમળ ના ફૂલ ની પ્રતીત કરાવે છે.

બાપુ ના સ્વર્ગવાસ પૂર્વે અહીંયા એક ઝૂંપડી હતી અને બાપુ તેમાં રેહતા હતા. બાપુ ના સ્વર્ગવાસ બાદ અહીં તેમના અંતિમ સંસ્કાર કાર્ય હતા અને અહીં જ આ સુંદર મંદિર નું નિર્માણ કરાવ્યું.

સમાધિ મંદિર નું મુખ પૂર્વ દિશા બાજુ છે તથા તેની ઉત્તર દીશા એ ગાદી મંદિર અને દક્ષિણ દીશા એ મઢી ના પ્રાંગણ માં આવવાનો દ્વાર નજરે પડે છે તથા પશ્ચિમ દીશા થી ગૌશાળા નજરે પડે છે.

સમાધિ મંદિર માં મુગટ ની છાયા માં બાપુ નો ફોટો મુકેલો છે અને ફોટા ની નીચે આગળ ની બાજુ તેમના પાદુકા ના પ્રતીક મુકેલા છે. કાચ ની પેટી જેવા બોક્સ માં બંધ આ જગ્યા ની ફરતે દર્શનાર્થી ને પ્રદક્ષિણા માટે નો રસ્તો પણ રાખેલો છે. કમળ ના આકાર નું આ મંદિર ની ચારેય બાજુ થી જોતા આપણને બાપુ ની મઢી ની જગ્યા ના તમામ સ્થાન ને નિહાળી શકાય છે. સમાધિ મંદિર ની બહાર ની બાજુ એ સુંદર એવા ફૂલ – છોડ લગાવેલા છે જે સમાધિ મંદિર ને વધુ સુંદર બનાવે છે.

આસ્થા, પ્રેમ અને શાંતિ નો અનુભવ

આ જગ્યા હંમેશા આહલાદક અનુભવ અપાવે છે. જે આપણ ને હંમેશા બાપુ ની હાજરી હોય તેવો એહસાસ અપાવે છે.

સમાધિ મંદિર ફોટા

સથરા સંપર્ક

સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.

સરનામું સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા

ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧

મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586