![Khakhi Bapu](https://khakhibapusathara.in/wp-content/uploads/2020/12/tithi-about.jpg)
તીથી
દર વર્ષે મહા સુદ 6,7,8 ના રોજ બાપુની ત્રિદિવસીય તિથિ નું આયોજન થાય છે. મહાસુદ 7 ના રોજ બાપુ સ્વર્ગવાસ થયા હતા પણ ખોડિયાર જયંતિ ના પર્વ ને ધ્યાન માં રાખી ને 3 દિવસ નો કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમ માં 32 થી 51 કુંડી નો યજ્ઞ થાય છે અને દરેક કુંડી દીઠ સેવકો અને બ્રાહ્મણો હોય છે. જેમાં વિષ્ણુ યજ્ઞ અને ખોડિયાર યજ્ઞ જેવા અન્ય પણ યજ્ઞ કરવામાં આવે છે. તિથિ ના પ્રથમ દિવસે બાપુ ની સમગ્ર સાથરા ગામ માં શોભા યાત્રા ફેરવવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણ માં સેવકો, સાધુ-સંતો એન્ડ શ્રદ્ધાળુઓ ભાગ લેય છે. આ શોભા યાત્રા માં ઢોલ, ત્રાંસ અને ડીજે ની રમઝટ હોય છે અને તમામ લોકો રસ-ગરબા, ડિસ્કો કરે છે. તથા ભજન-કીર્તન પણ કરે છે.
અહીંયા તિથિ દરમિયાન તમામ દિવસે જુદાં-જુદાં કલાકારો દ્વારા રાત્રી ના ડાયરો ની કાર્યક્રમ થાય છે. જેમાં ભજનો, લોકગીતો ગાવા માં આવે છે. આ ડાયરા માં હજારો ની સંખ્યામાં લોકો હાજર રહી ને ડાયરાની શોભા માં વધારો કરે છે. આ ઉપરાંત અહીંયા 24 કલાક ચા-પાણી અને ભોજન અવિરત ચાલુ રહે છે તથા પુષ્કળ શ્રદ્ધાળુઓ પ્રસાદી લેય છે. આ તમામ કાર્યક્રમ માં અંદાજે 20,000 થી 1,00,000 માનવ મેહરમાળ હોય છે.
આ દરમિયાન સાથરા ગામ માં અને બાપુના આશ્રમ ની નજીકમાં વિશાળ મેળો લાગે છે જેમાં હજારો લોકો વેપાર કરે છે અને ધંધો ચલાવે છે.
તિથિમાં બ્લડ ડોનેશન, આરોગ્ય કેમ્પ, જુદી-જુદી ખેતી સામગ્રી સ્ટોર રાખવામાં પણ આવે છે.
તીથી ફોટા
સથરા સંપર્ક
સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.
સરનામું
સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા
ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧
મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586