![Khakhi Bapu](https://khakhibapusathara.in/wp-content/uploads/2020/12/gurupoonam-about.jpg)
ગુરુ પૂર્ણિમા
गुरुर ब्रह्मा, गुरुर विष्णु, गुरु देवो महेश्वर |
गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः ||
ગુરુ પૂર્ણિમા હિન્દુઓનો સૌથી વધુ શુભ તહેવારોમાંનો એક છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો આ ધાર્મિક તહેવાર ના દિવસે શિષ્યો તેમના ગુરુઓને માન આપે છે. તેવી રીતે જ બાપુ ના અસંખ્ય શ્રદ્ધાળુ અને દર્શનાર્થી સથરા આવે છે અને પુરા દિવસ દરમિયાન હર્ષો-ઉલ્લાસ, આનંદ અને ભજન કરે છે.
આ શુભ અને પવિત્ર પર્વના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેની શરૂઆત બપોર ના 12 કલાકે મહાઆરતી થી થાય છે. ત્યારબાદ બાપુ અને માતાજી ને થાળ ધરવામાં આવે છે. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ના દિવસે અહીંયા ગુરુ પૂંજન, ખોડિયાર પૂંજન, સૂર્યકુંડ પૂંજન અને ચારણ પાદુકા પૂંજન કરવામાં આવે છે. આ તમામ પૂંજન તથા વિધિ બાદ સાંજ ના સમયે 1 થી 101 સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે.
દર્શનાર્થીઓને પ્રસાદ માટે ભોજનશાળામાં ઉત્તમ વ્યવસ્થા સાથે ભોજન નો આરંભ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્વયંસેવક દ્વારા મંદિર ના પ્રાંગળમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે જેમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ભાગ લેય છે અને આ પર્વને વિશેષ બનાવે છે. તથા રાત્રી ના સમયે સંતવાણી નો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં નામચીહ્નન ગાયક કલાકાર ને આમંત્રિત કરવામાં આવે છે અને બહોળા પ્રમાણ માં દર્શનાર્થી અને શ્રદ્ધાળુ હાજર રહે છે.
અન્ય પર્વો
આ ઉપરાંત નીચે મુજબ વિવિધ પર્વો પણ અહીંયા ઉજવવામાં આવે છે.
- શરદ પૂનમ
- મકરસક્રાંતિ
- હોળી
- દિવસો (દિવાળી)
- ગણેશ ચતુર્થી
- ગણેશ સ્થાપના
- જન્માષ્ટમીએ મટકી કાર્યક્રમ
આ પર્વો ની ઉજવણી દરમિયાન મંદિરમાં ભોજન તથા અન્ય વ્યવસ્થા દાતાઓ તરફથી પણ કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા ફોટા
સથરા સંપર્ક
સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.
સરનામું
સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા
ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧
મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586